Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.
નવસારી જિલ્લાની શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તથા વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા ' VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે શેઠ એચ.સી.પારેખ નવસારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી જનજાગૃતિ થકી મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.