Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.

SB KHERGAM
0

      

Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.

 અંજલિ રમેશચંદ્ર કુશવાહાએ અશક્યને શક્ય કરી બતાવ્યું. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી તેણીએ ધોરણ-1 થી 8નો અભ્યાસ છાપરા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો. છૂટક મજૂરી કરતા રમેશભાઈને અંજલી સાથે 5 દીકરી છે પણ છતાં દરેક દીકરીને વિકસવાની પૂરેપૂરી તક આ પિતાએ આપી છે. વર્ષ 2012-13થી છાપરા શાળામાં શરૂ થયેલા કરાટે ક્લાસીસમાં તે જોડાઈ હતી. તે ધોરણ 4માં અભ્યાસ કરતી હતી.

 તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની પરીક્ષા આપીને B.Com. શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષ વખતે જ તેણીના વિવાહ થઈ ગયા હતાં, છતાંય આ દીકરીએ ભારત માતાની સેવા કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખી અને Indian Navy CBT Entrance Test પાસ કરી. 

NMMSના એક્સ્ટ્રા ક્લાસ અને કરાટે ક્લાસીસે આ સિદ્ધિ આપવામાં મોટો ભાગ ભજવ્યો હોવાનું તેણીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.

Navy Sailor તરીકે ભરતીમાં મહિલાઓ માટે ૬૦ વેકેન્સી હતી જેમાં તેમણે ઓલ ઇન્ડિયામાં ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું. એન્ટ્રન્સ એક્ઝામ, અંગ્રેજીમાં લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ (૧૬૦૦ મીટર રનિંગ ૬ મિનિટમાં, २० sit-ups & 30 squarts) અને મેડિકલ ટેસ્ટ એમ ચાર પડાવ પાર કરીને આખરે ૧૪ નવેમ્બર, ૨૦૨૩ના રોજ જોઈનિંગ લેટર મેળવ્યો. ઓરિસ્સા ખાતે INS Chilkaમાં ચાર મહિના ટ્રેનિંગ લઈને હવે તે કર્ણાટકના કરવાર ખાતે INS Vikramadityaમાં શીપ ટ્રેનિંગ મેળવવા જશે, ત્યારબાદ તેમનું લોજિસ્ટિક શાખાના F&A ડિપાર્ટમેન્ટમાં નેવી સેલર તરીકે ફરજ શરૂ થશે. 

અંજલિ કુશવાહા ઈન્ડિયન નેવીમાં પસંદગી થતા તેણીએ માતા, પિતા અને પ્રાથમિક શાળા તેમજ નવસારી તાલુકાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top