વલસાડનાં જોવાલાયક સ્થળો :

SB KHERGAM
0


વલસાડ્, ગુજરાત, India

 વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલવાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની મોટી ), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે. વલસાડ જિલ્લાના પાંચ તાલુકા છે. જેમાં (૧) વલસાડ (ર) પારડી (૩) ઉમરગામ (૪) કપરાડા, અને (પ) ધરમપુર. આ પાંચેય તાલુકાની કુલ વસ્તી સને ર૦૦રના સાલની વસ્તી ગણતરી મુજબ ૧૪,૧૦,૬૮૦ની છે. વલસાડ જિલ્લામાં કુલ ૪૬૮ ગામોનો સમાવેશ થાય છે. અત્રેના જિલ્લાના (૧) વલસાડ (ર) પારડી અને,(૩) ઉમરગામ તાલુકાને અરબી સમુદ્રની દરિયાઈ સરહદ લાગે છે. જ્યારે કે ધરમપુર તથા કપરાડા વિસ્તાર મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ પ્રદેશ છે, જેને અડીને મહારાષ્ટ્રની સરહદ આવેલ છે. વલસાડ જિલ્લાની દરિયાઈ સરહદ ૭૦ કિ.મી.ની છે. જે દરિયાઈ સરહદ ઉપર (૧) વલસાડ ટાઉન પો.સ્ટે. (ર) વલસાડ રૂરલ પો.સ્ટે. (૩) ડુંગરી પો.સ્ટે. (૪)પારડી પો.સ્ટે. (પ) વાપી ટાઉન પો.સ્ટે. (દમણનો દરિયો) (કોલક ખાડી) અને, (૬) ઉમરગામ પો.સ્ટે. આવેલાં છે. 


જોવાલાયક સ્‍થળો


પારનેરા ડુંગર


તિથલ


ધરાસણા


ઉદવાડા


પારડી પલસાણા


જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધરમુપર


વિલ્સનહીલ - ધરમપુર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top