Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી

SB KHERGAM
0

  Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી 


જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી

ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી

ગાંધીનગર: શુક્રવાર: 

 રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ  ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે. 

 જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે અન્ય રીતે સામાન્ય નાગરિકો પાસેથી બેંકની વિગતો મેળવી લેતાં હોય છે. આવી અનેક રીતે સામાન્ય નાગરિકો સાથે સાયબર ક્રાઇમની ઘટના બનતી હોય છે. તેની સાથે વિડિયો કોલના માધ્યમથી ફોટોગ્રાફ કે અન્ય વિડિયો વોટૂસએપ કરીને ઘાકઘમકીથી નાણાં માંગતા હોય છે. આવી ઘટના બન્યા પછી સામાન્ય નાગરિક મનોમન મુંઝાતો રહે છે, અમુક કિસ્સાઓમાં નાગરિક આ ઘટના અંગે પોલીસને મોડી જાણ કરતો હોય છે. તેની સાથે ઈન્વેસ્ટમેન્ટ કરી લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી થકી લોકો પાસેથી આવા તત્વો નાણાં પડાવી લેતાં હોય છે. મોબાઇલ પર કોઇની વાતમાં ન આવવાનો પણ જિલ્લા પોલીસ વડાએ અનુરોધ કર્યો છે.  


 તેમણે ઉમેર્યું છે કે, સાયબર ક્રાઇમની ઘટનાનો ભોગ બનનાર નાગરિકો જેટલી ઝડપી પોલીસ કે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરશે, તેટલી ઝડપી આ ઘટનાનો ઉકેલ મેળવી શકાશે. નાગરિકો આ ઘટનાની જાણ રાજયના પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર- ૧૯૩૦ પર કરીને પણ કરી શકો છે. 

 સાયબર ક્રાઇમની માહિતી આપતાં ડી.વાય.એસ.પી. શ્રી આર.આઇ. દેસાઇએ જણાવ્યું છે કે, ગુજરાત રાજયમાં સાયબર ક્રાઇમ થકી લોકો પાસેથી રૂ. ૧૧૪ કરોડ કરતાં વધુ રકમ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા પડાવી લેવામાં આવી છે. પરંતુ ઘટના બને તેના અમુક સમય મર્યાદામાં પોલીસને જાણ ભોગ બનનાર વ્યક્તિઓએ કરી છે. તેમાંથી મોટા ભાગના લોકોને નાણાં પોલીસ તંત્ર દ્વારા પરત અપાવામાં આવ્યા છે. જૂન- ૨૦૨૪ સુધીમાં ૪૬ ટકા એટલે કે રૂ. ૫૩ કરોડથી વધુની રકમ ભોગ બનનાર નાગરિકોને રાજયના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પરત અપાવવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં પણ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિઓના રૂ. ૫૬ લાખ જેટલી રકમ પરત અપાવવામાં આવી છે. 

 તેમણે નાગરિકોને જણાવ્યું છે કે, સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોએ તુરંત પોલીસનો સંપર્ક કરવો, જેથી આ પ્રકારની ધટનાનું નિર્માણ કરતાં વ્યક્તિઓને પકડી શકાય. તેમજ મોબાઇલ પર પોતાની કોઇપણ પ્રકારની બેંક એકાઉન્ટ કે અન્ય નાણાંકીય વિગત ન આપવા પણ જણાવ્યું છે. કોઇપણ વ્યક્તિ દ્વારા પોલીસ, બેંક કે ઇન્કમટેક્ષ વિભાગમાંથી બોલું છું, તેવું કહી વિગતો માગે તોતે મોબાઇલ નંબરની જાણ પણ ઝડપથી ગાંધીનગર જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર કે રૂબરૂ કરવા જણાવ્યું છે. 

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top