Navsari:મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી :
નવસારીઃ શુક્રવારઃ નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી. ગુરુકુલ ના શિક્ષણ બાદ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતા સાથે ભારતના ગૌરવ સાથે વિશિષ્ટ જીવન પ્રસાર કરો તેવી વાત જણાવી હતી. ગુરુકુલ ના બ્રહ્મચારીઓએ ગાયત્રી મંત્ર સાથે તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું હતું. કલેકટરશ્રીએ શાળાની મુલાકાત લઈને આનંદ વ્યકત કર્યો હતો. શાળાએ ભવિષ્યલક્ષી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યના સમરૂપ સમાજ માટે તૈયાર કરશે એની અપેક્ષા રાખું છું. શાળાની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુપેન્દ્રભાઈ રાઠોડ અને નવસારી જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ગુરુકુલમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત .ગુરુકુળ સભાના પ્રમુખશ્રી દીપકભાઈ પટેલ, સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ટ્રસ્ટી અમિતભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ નવસારી સમાહર્તાનું અભિવાદન કર્યું હતું. ચાલુ વર્ષે સંસ્કૃત શક્તિ ગુરુકુલ શરૂ થયું છે તે વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક માહિતી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે ગુરુકુલ ૧૦૦ વર્ષ પૂર્ણ કરનાર ભારતીય સંસ્કૃતિ સંવર્ધન સાથે પ્રાચીન અને આધુનિક શિક્ષણના સમન્વય સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે.