Chikhli Majigam school : દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને
ચીખલી નજીકના મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાયું હતું.નડિયાદના સ્પોર્ટ્સ MARI કોમ્પલેક્ષમાં ૦ થી ૧૬ વર્ષની કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની ક્રિશિતા ધર્મેશભાઈ હળપતિ એ પણ ભાગ લઈ રાજ્યભરના વીસેક જેટલા સ્પર્ધકો વચ્ચે તેમણે ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરતા શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.હતી.ક્રિશિતાને શાળાનાં આચાર્ય ચંદ્રવદનભાઈ ઉપરાંત તેમના પરિવાર જનો,સ્ટાફ તથા ગામના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.