Navsari : નવસારી જિલ્લાનાં વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે બાઈક રેલી યોજાઈ.
મતદારોને-મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર આજે મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ બાઈક રેલીનું આયોજન વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવેલ 177- વાંસદા (અ.જ.જા.) વિધા- નસભા મત વિસ્તારના વાંસદા સ્થિત ગાંધી મેદાનથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદા પ્રાંત અધિકારીશ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારી ડી. આઇ. પટેલના નેતૃત્વમાં યોજાયેલ બાઈક રેલી ગાંધી મેદાનથી શરૂ થઈ વાંસદાના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વાંસદાના પ્રાંત તથા તાલુકા કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ બાઈક રેલી વાંસદાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી જૈન મંદિર સહકારી સંઘ થઈને ગાંધી મેદાન ખાતે સમાપન કરવામાં આવી હતી.