Khergam: વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.
તારીખ: ૨૨/૦૩/૨૦૨૪ ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ બાળકો વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળામાં ટ્વિનીંગ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધી હતી જેમાં શાળાના બાળકો ને જે તે ધોરણ માં બેસાડી અવનવી પ્રવુત્તિઓ તેમજ વિવિધ પ્રયોગો બતાવામાં આવ્યા હતા.. બાળકો ને ઔષધિ બાગ ની મુલાકાત કરાવી જેમાં ઔષધીઓ થી માહિતગાર કરવામાં આવ્યા હતા... ત્યાર બાદ બધા બાળકોને માટે નાસ્તાની વ્યવસ્થા હોય તે નાસ્તો લઈ વાડ મુખ્ય શાળામાં પરત આવ્યા હતા..
તારીખ.. ૨૩/૦૩/૨૦૨૪ ને શનિવાર ના રોજ વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ બાળકો વાડ મુખ્ય પ્રાથમિક શાળા મુલાકાત માટે આવ્યા હતા.. જેમાં દરેક બાળકોનું તેમજ બે શિક્ષક મિત્રોનું પુષ્પગુચ્છ અને બોલપેન આપી શાળા પરિવાર વતી સ્વાગત કરવામાં આવ્યું.. શાળાના શિક્ષક શ્રી ધર્મેશકુમાર દ્વારા વાડ મુખ્ય શાળાના બાળકોને આવકાર પ્રવચન તેમજ ટવિનિંગ કાર્યક્રમ અંગેની સમજ આપવામાં આવી ત્યાર બાદ દરેક બાળકો ને ધોરણ પ્રમાણે જેતે વર્ગ માં બેસાડવામાં આવ્યા જેમાં દરેક વિષય વસ્તુ નું ૩૦ મિનિટ સુધી.. વિષયવાર ટીવી પર સચિત્ર તેમજ વિડિયો દ્વારા શિક્ષણ કાર્યની સમજ આપવામાં આવી અને વિવિધ tlm નું નિદર્શન કરવામાં આવ્યું ત્યાર બાદ દરેક બાળકોને કમ્પ્યુટર લેબ નીમુલાકાત કરવામાં આવી જેમાં દરેક બાળકોએ લેપટોપ પર કાર્ય કર્યું.. ત્યાર બાદ શાળા પુસ્તકાલય ની મુલાકાત લીધી અને બાળકો વિવિધ રમતો રમાડવામાં આવી અંતે બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો તેમજ વાડ મુખ્ય શાળાના તમામ બાળકો માટે પણ નાસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દરેક બાળકોએ હોંશભેર ભાગ લીધો...