Chikhli (Rumla): જાગૃતિ વિદ્યાલય રૂમલાના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો.
ધો.10 અને ધો.12 એટલે વિદ્યાર્થીજીવનના સૌથી મહત્વના વર્ષો. જીવનની દિશા નિર્ધારિત કરનારા આ મહત્વના પડાવને પાર કરનારા જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે તારીખ : ૦૪-૦૨-૨ ૦૨૪નાં દિને વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને ખૂબ જ ઉત્તમ રીતે આગામી બૉર્ડ પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહિત કર્યા તથા શાળા પરિવારને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા.