મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ.
નવયુવાન યુગલ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ સામજભવન ખાતે યોજાયેલ લગ્નમાં પ્રકૃતિ પૂજા સાથે આદિવાસી સંસ્કૃતિનું જતન કરવામાં આવ્યું હતું. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં જે બળદગાડામાં લગ્નની જાન લઈ જવામાં આવી હતી એજ બળદગાડામાં યુવાન જાન લઈને આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આદિવાસી સંસ્કૃતિને અપનાવી પુનઃ તેના અમલ સાથે સંસ્કૃતિ જળવાય રહે તે માટેના પ્રયાસો યુવાનો કરી રહ્યા છે. ત્યારે નવસારી સમાજભવન ખાતે નવયુગલ કિંજલ પટેલ અને નિકુંજ પટેલના લગ્ન લેવાયા હતાં. આ લગ્નમાં બન્ને પક્ષ દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતનના પ્રયાસો કરવામાં આવ્યા છે. પૂજાવિધિમાં પણ પ્રકૃતિ પૂજા જ કરવામાં આવી હતી. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં નરગીસના લગ્ન ટાણે જે બળદગાડામાં જાન આવે એ જ બળદગાડું હાલ પણ હયાત હોય એમાં યુવાન જાન લઈને આવ્યો હોય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાલ તો આદિવાસી સંસ્કૃતિને ટકાવવાની યુવા પેઢી પણ પ્રયાસો કરી રહી છે એ બિરદાવવા લાયક છે.
સમયની સાથે કેટલાક બદલાવો થઈ રહ્યા છે આવનારી પેઢી પણ અમૂલ્ય આદિવાસી સંસ્કૃતિનું જતન કરે તે જરૂરી છે. વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિના જતન ના અમારા પ્રયાસો હતા અમે લગ્નમાં પણ પ્રકૃતિ પૂજા કરી અને શક્ય એટલા પ્રયાસો કર્યા છે સંસ્કૃતિના જતનના.-કિંજલ પટેલ, કન્યા, બોડવાંક