વલસાડની સેગવી સર્વોદય હાઇસ્કૂલમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ.

SB KHERGAM
0

               


વલસાડની સેગવી સર્વોદય હાઇસ્કૂલમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ.

--- કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત વિષયનું જીવનમાં મહત્વ સમજાવ્યું.

 ગાંધીનગર જીસીઈઆરટી પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા વલસાડ જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને સેગવીની સર્વોદય હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્દઘાટન વલસાડ જિલ્લાના સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ વિજેતા શાળાઓના ૫૦ પ્રોજેક્ટ આ પ્રદર્શનમાં રજૂ થનાર છે અને એમાં વિજેતા શાળાઓ ઝોન કક્ષાએ રજૂ થશે.  


સમારોહમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી એમ. સી. ભૂસારા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ સુનિલભાઈ એન. પટેલ તથા રીતેશભાઈ પટેલ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ ઘટક સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મનન લાલભાઇ ફાઉન્ડેશન, સુરતના ટ્રસ્ટી અંજનાબેન મનન લાલભાઇ, સેગવી ગામના સરપંચ મુકુંદભાઈ પટેલ તથા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પંકજસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના પ્રેરક ઉદ્દબોધન દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત વિષયનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. 


જિલ્લા શિક્ષણાધિકારીએ ખૂબ જ સાહજિક શૈલીમાં વિદ્યાર્થીઓને અર્ધજાગ્રત મનની શક્તિ વિષે સમજ આપી હતી. ઉપરાંત અન્ય આમંત્રિત હોદ્દેદારોએ પણ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્દબોધન દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. વિજ્ઞાન મંડળ દ્વારા રાષ્ટીય સ્તરે પ્રોજેક્ટ રજૂ કરી જિલ્લાનું નામ રોશન કરનાર સાર્વજનિક હાઈસ્કૂલ, ડુંગરીના બે વિદ્યાર્થીઓ પાર્થ અને ધ્યેયને કલેક્ટરશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યા ઉન્નતિ દેસાઇએ સૌને આવકાર્યા હતા અને સૌ શિક્ષણ પ્રેમીઓને ૯ ડિસેમ્બર સુધી ચાલનાર આ પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આમંત્રણ આપ્યું હતું. 


માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૮ ડિસેમ્બર  

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top