વિકસિત 'ભારતયાત્રા' અંતર્ગત નવસારી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
વિકસિત ભારતયાત્રા અંતર્ગત કલ્યાણ યોજનાઓને લોકો સુધી પહોંચાડાશે
નવસારી જિલ્લાના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા ૨૨ નવેમ્બર-૨૦૨૩થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં ૧૭ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં નિદર્શન. પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે.
આ અભિયાન હેઠળ યોજનાલક્ષી હોર્ડિંગ્સ, સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ, યાત્રા દરમિયાન કાર્યક્રમના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓ સ્થાનિક કક્ષાએ યોજાશે.
જિલ્લામાં રથના ભ્રમણ દરમિયાન વડાપ્રધાનનો સંદેશ તથા સંકલ્પ વીડિયો પ્રસારિત કરાશે.
વિકસિત યાત્રા અન્વયે પ્રારંભિક મૂવીનું પ્રસારણ, સાંસ્કૃતિક પ્રદર્શન, સ્થળ પર યોજનાકીય ક્વિઝ અને એવોર્ડ વિતરણ, લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરનું સન્માન,ગ્રામ પંચાયતની સિદ્ધિઓ - લેન્ડ રેકોર્ડનું ૧૦૦ ટકા ડિજિટાઇઝેશન,ઓડીએફ સ્ટેટસ, જલ જીવન મિશનના લાભ, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી વગેરે કરવામાં આવશે.આ
સાથે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામયાત્રા, ગ્રામસભાનું આયોજન,જનભાગીદારી સાથે સ્વચ્છતાના કાર્યક્રમ, શાળા-કોલેજો ખાતે સ્પર્ધાનું આયોજન, સ્થળ ઉપર યોજનાઓના લાભ આપવા કેમ્પનું આયોજન કરવામાં આવશે.
Post credit: sandesh news