વિશેષ સ્ટોરીઃ- વાયબ્રન્ટ ગુજરાત સમીટઃ તા. ૨૭ મી સપ્ટેમ્બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ

SB KHERGAM
0

 


વિશેષ સ્ટોરીઃ- વાયબ્રન્ટ ગુજરાત સમીટઃ તા. ૨૭ મી સપ્ટેમ્બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ 

--- બે દાયકાની સફળતાની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી ઓદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોનો વાયબ્રન્ટ ગુજરાતના વિકાસમાં યશીસ્વી ફાળો 

--- જિલ્લામાં ૭૨૪ એમ. ઓ. યુ. થયાઃ- ૧૭૦૦૦ લોકોને રોજગારી આપવામાં આવી રાજ્યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં વાપી જીઆઈડીસીનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છે. - સતિષભાઈ પટેલ, વી. આઈ. એ. પ્રમુખ

 

ગુજરાતમાં વાયબ્રન્ટ સમીટના બે દશકા વિકાસ ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી છે. વિશ્વના ઉદ્યોગોએ ગુજરાતના દ્વાર ખખડાવ્યા છે. આજે ગુજરાત વિકાસના મોડેલ તરીકે વિશ્વભરમાં ઊભરી આવ્યો છે. જેનો યશ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. 

        ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે દેશ- વિદેશમાંથી રોકાણકારોને ગુજરાત રાજયમાં તેમના ઉદ્યોગો સ્થાપવા માટે રોકાણકારોને આકર્ષવા માટે વર્ષ ઃ- ૨૦૦૩ માં ૨૭ મી સપ્ટેમ્બરના રોજ વાયબ્રન્ટ ગુજરાત સમીટની શૃખંલાનો પ્રારંભ કરાવ્યો હતો. શૃંખલાની કડી ગુજરાતના વિકાસની કરોડરજ્જુ બની છે. 

વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમીટ ગુજરાતને દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાયબ્રન્ટ સમીટે રાજયની સામાજિક આર્થિક સ્થતિઓમાં પરિવર્તનશીલ બદલાવની શરૂઆતની સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ રાજય બનાવ્યુ છે. 

        વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી એમ. કે. લાડાણીના જણાવ્યા અનુસાર વાયબ્રન્ટ સમિટ દ વલસાડ જિલ્લામાં પણ વર્ષઃ- ૨૦૧૧ થી ૨૦૧૯ સુધીમાં ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯ ની સમિટમાં વિવિધ સેકટરમાં ૭૨૪ એમ. ઓ. યુ. ગુજરાત સરકાર સાથે કરવામાં આવ્યા છે અને શરૂ થયેલા ઉદ્યોગોમાં વલસાડ જિલ્લાના ૧૭૧૮૦ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. 


         વાપી ઔદ્યોગિક વસાહતના પ્રમુખશ્રી સતીષભાઇ પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમીટના સફળતાના બે દાયકાના પૂર્ણતાના અવસરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતને દરેક ક્ષેત્રમાં વિકાસના પંથે મૂકયું છે. ગુજરાત રાજયમાં દેશ- વિદેશના ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગો સ્થાપવા માટે જે સરકારી પરવાનગીઓ રાજયના વિવિધ તંત્રો પાસેથી લેવી પડતી હતી તેને એક જ સીંગલ વીન્ડો સીસ્ટમ વિકસાવીને એક જ જગ્યાએથી બધી જ મંજૂરીઓ આપવાની શરૂઆત કરી અને એના લીધે ઉદ્યોગકારોનો સમય અને શકિતની બચત થઇ. આ ઉપરાંત ઉદ્યોગકારોને તેમના ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની સુવિધા આપી. જેથી વધુ નુ વધુ દેશ- વિદશેના ઉદ્યોગકારો ગુજરાતમાં તેમના ઉદ્યોગો સ્થાપી શકયા. પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વાપી જીઆઇડીસીના પણ સભ્ય હોય જીઆઈડીસીના વિકાસ માટે સમયાંતરે તેઓનું માર્ગદર્શન મળતુ રહે છે. વાયબ્રન્ટ સમિટ માટે મંત્રીશ્રીના સતત સંકલન અને પ્રયાસથી વાપી ખાતે નવા ઉદ્યોગો વિકસી રહ્યા છે, સાથે જ જીઆઈડીસીના પ્રશ્નો પણ હલ થઈ રહ્યા છે. વાપી ઔદ્યોગિક વસાહતનો પણ વાયબ્રન્ટ સમીટના કારણે વિકાસ થયો છે અને વી. આઇ. એ. દ્વારા વાપી અને આજુબાજુના વિસ્તારના અંદાજીત ૧ લાખ લોકોને રોજગારી પૂરી પડાઇ રહી છે. 



 વાપી વાયબ્રન્ટ ગુજરાત સમીટના બે દાયકાની સફળતાના પૂર્ણતાના અવસરે વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોના મંતવ્યોઃ- 

૧. મેરીલ લાઇફ સાયન્સીસ- વાપીઃ  ડાયરેકટર અને એચ. આર. હેડશ્રી હેમચંન્દ્ર પણજીકરે માહિતી ખાતાની ટીમને આપેલ રૂબરૂ મુલાકાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમીટથી રાજયનો ઔદ્યોગિક વિકાસમાં ઉત્તરોતર વધારો થયો છે એમ જણાવ્યું હતું. શ્રી હેમચંન્દ્રજીએ તેમની કંપનીમાં માણસની લાઇફ માટે જરૂરી એવા જીવનરક્ષક મેડિકલ ડીવાઇસીસ જેવા કે Cardio, Peripheral & Neuro Vascular Interventions,• Structural Heart Interventions• Orthopaedic Implants• Surgical Robotics• Endo-Surgical Solutions • ENT Solutions નું ઉત્પાદન કરવામાં આવે છે.                   


    તેમની કંપની દ્વારા વાપી, વલસાડ અને આજુબાજુમાંથી અત્યાર સુધીમાં ૮૦૦૦ માણસોને રોજગારી આપી છે. કોરોના કાળમાં વાયબ્રન્ટ ગુજરાતની પ્રેરણા અને આત્મ નિર્ભર ભારત અભિયાનથી પ્રેરિત આરોગ્ય ક્ષેત્રે મેરીલ ટ્રુ ગ્રીનફિલ્ડ પ્રોજેકટની શરૂઆત કરી જયારે જિલ્લા વહીવટીતંત્રને આર. સી. પી. ટી. આર. ટેસ્ટ કીટ તેમજ આનુષાંગિક કીટ અવરિત પૂરી પાડી માણસની જીંદગી બચાવવામાં જિલ્લા વહીવટીતંત્રને સહાયરૂપ થયા છે. 


૨. એસ. કાન્ટ હેલ્થકેર લી. – વાપીના સીનીયર ડીરેકટરશ્રી સમીર શાહ વાયબ્રન્ટ ગુજરાત સમીટ વિશે જણાવે છે કે, વાયબ્રન્ટ ગુજરાતનો આ કન્સેપ્ટ ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે દેશ અને વિદેશમાં ગુજરાતને વિશ્વના નકશામાં અગ્રીમ હરોળમાં મૂકે છે. અને વાયબ્રન્ટથી ગુજરાતનો યુવાન ઉદ્યોગ સાહસિકતા તરફ આત્મવિશ્વાસથી આગળ વધે છે. 

૩. અજીત પેપરમીલ – વાપીઃ- ડાયરેકટરશ્રી પ્રકાશ પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં રૂા. ૨૮૪ કરોડના ગુજરાત સરકાર સાથે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટના બે દાયકાની સફળતામાં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દભાઇ પટેલ અને તેમની ટીમને શ્રી પ્રકાશભાઇએ અભિનંદન આપ્યા હતા. તેમની પેપરમીલમાં લો જી. એસ. એમ.. ના કાગળો અને કોરૂગેટેડ બોક્ષ બનાવવામાં આવે છે. તેમની પેપરમીલમાં વાપી અને આજુબાજુના ૨૦૦ માણસોને પ્રત્યક્ષ અને ૩૦૦ માણસોને પૂરક રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.  

સંકલનઃ- અક્ષય દેસાઇ

માહિતી બ્યુરોઃ વલસાડઃ ૨૭ઃ 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top